માંડવીના તડકેશ્વર ગામે પાણીની ટાંકી તૂટી પડવાની દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે, જેના પગલે આજે મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં આ મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ગઈકાલ રાત સુધી થયેલી બચાવ કામગીરી, કાટમાળ હટાવવાની પ્રક્રિયા અને જવાબદારો વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદ અંગેની વિગતવાર માહિતી મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓને આપવામાં આવી હતી. સરકાર આ મામલે અત્યંત કડક વલણ અપનાવી રહી છે અને ભ્રષ્ટાચાર કે બેદરકારી સાંખી ન લેવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.


તડકેશ્વર ટાંકી કાંડ

તડકેશ્વર ટાંકી કેસમાં અત્યાર સુધીમાં ફરજમાં બેદરકારી દાખવનારા ત્રણ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જોકે, કેબિનેટમાં થયેલી ચર્ચા મુજબ આ માત્ર શરૂઆત છે; તપાસના રિપોર્ટના આધારે હજુ પણ અન્ય જવાબદાર એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવી શકે છે. સરકાર દ્વારા આ દુર્ઘટનાના મૂળ સુધી પહોંચવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક આદેશો જારી કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad News : કામેશ્વર અને દીપ ગ્રુપ પર આઇટીના દરોડા બીજા દિવસે પણ યથાવત, અનેક રહસ્યો ખુલવાની શક્યતા

  • Follow us on: