મતદારોનું મૃત્યુ, મતદારોના સરનામા મળ્યા નથી અને મતદારોના નામ બે ઠેકાણે નોંધાતા રદ કર્યાં છે, 9.58 લાખ મતદારો રદ કરવા માટે દાવા અને 9.58 લાખ મતદારોને નોટીસ બાદ હિયરીંગ થશે, SIRના કારણે રાજ્યમાં મતદારોની સંખ્યામાં ઘટાડો થશે અને મતદારોની સંખ્યા 5.8 કરોડ માંથી 4.34 કરોડ થઈ શકે છે.
SIRની પક્રિયા સામે સવાલો ઉઠયા
સ્પેશ્યલ ઈન્ટેન્સીવ રિવિઝન-SIRને કારણે ગુજરાતમાં મતદારોની સંખ્યા ૫.૦૮ કરોડમાંથી પટીને ૪.૩૪ કરોડ થઈ છે. મતદાર યાદીને ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા-ECIએ જયારે બે મહિના બુથ લેવલ ઓફિસર- BIOને ડોર ટુ ડોર મોકલીને ખરાઈ કરાવી હોય અને તેના કારણે ૭૩.૭૩ લાખ બોગસ મતદારોને શોધીને પાદીમાંથી રદ કર્યા હોય તેમ છતાંય રાજકીય પક્ષો, અન્ય મતદારો દ્વારા હજી પણ ૯.૫૮ લાખ નામો "બોગસ હોવાનું શોધી કાઢતા સમગ્ર SIRની પક્રિયા સામે સવાલો ઉઠયા છે.
ભાજપ તરફથી જ 2.78.247 નામી ઉમેરવા માટેની અરજીઓ છે
ગુજરાતમાં પણ પશ્ચિમ બંગાળ જેવા આરોપ-પ્રતિઆરોપની સ્થિતિ રાજકીય ન ઉદભવે તો જ નવાઈ! કહેવાય છે કે, મતદાર યાદીમાંથી નામો રદ્દ કરવા અને ઉમેરવા અર્થાત વાંધા અરજી માટે ૧૮મી જાન્યુઆરી છેલ્લો દિવસ હતો. આ છેલ્લા દિવસોમાં જ ચાર લાખથી વધારે વાંધા રજી થઈ છે. ECIના ગુજરાત સ્થિત ચીફ ઈલેક્ટોરલ ઓફિસર- CEOનું તંત્ર હજી સુધી વિધાનસભા બેઠક મુજબ કેટલા વોંધા અને અરજીઓ થઈ છે તેનો કોઈ વિસ્તૃત અહેવાલ જાહેર કરી શકયુ નથી ! પરંતુ, ૧૯મી જાન્યુઆરીની સ્થિતિએ તૈયાર એક સંયુક્ત બુલેટીનમાં કુલ ૨.૨૨,૦૨૩ નામો ઉમેરવાની અરજીઓ થયાનું કહેવાયુ છે. જેમાં ભાજપ તરફથી જ ૨.૭૮.૨૪૭ નામી ઉમેરવા માટેની અરજીઓ છે. ઉલ્લેખનિય છે કે, SIRની સમય પ્રક્રિયામાં ગુજરાતમાં માન્ય રાજકીય પક્ષો પૈકી એક માત્ર ભાજપે જ તમામ બુથ ઉપર પોતાના પોલિટિકલ એજન્ટ-BLLA નિયુક્ત કર્યા હતા.
આ પણ વાંચો : Navsari News : બેલારુસમાં ફસાયેલી નવસારીની મહિલાએ કર્યો વધુ એક ખુલાસો, અનેક લોકો બેલારુસમાં ફસાયા હોવાનો દાવો કર્યો