વડોદરામાં રૂપિયાની લેતીદેતી મામલે બે યુવકોના અપહરણની ઘટનાએ ચકચાર મચાવી છે. મકરપુરા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી અપહરણકારોના ચુંગાલમાંથી બંને યુવાનોને હેમખેમ છોડાવી પરિવારને સોંપ્યા છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


રૂપિયાની લેતીદેતી મામલે અપહરણ

મળતી માહિતી મુજબ, રૂપિયાની લેતીદેતીના વિવાદમાં આદિત્ય ચૌહાણ અને વિશાલ રોહિત નામના બે યુવકોનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ વિશાલ રોહિતને અપહરણ કરી હાલોલ તરફ ફેંકી દીધો હતો, જ્યારે આદિત્ય ચૌહાણને પોતાની સાથે પ્રાંતિજ સુધી લઈ ગયા હતા.

પોલીસની ત્વરિત કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ મકરપુરા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી અપહરણકારોનો પીછો કર્યો હતો. આખરે પોલીસે બંને યુવાનોને સુરક્ષિત રીતે છોડાવી લીધા હતા. આ મામલે પોલીસે સુરેશ વણકર અને કુલદીપ ચૌધરીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: Local body election 2026: જામનગરમાં ચૂંટણી પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરાઈ

  • Follow us on: