રાજ્યભરમાં જ્યારે ઉનાળો પોતાની ચરમસીમાએ છે અને લોકો ટીપે-ટીપે પાણી માટે તરસી રહ્યા છે, ત્યારે વડોદરાના કલાલી વિસ્તારમાંથી તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. કલાલી વિસ્તારમાં આવેલી મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ પડતા હજારો લિટર પીવાનું શુદ્ધ પાણી રસ્તાઓ પર વહી ગયું હતું.

ડિવાઇન ગેલેક્ષી પાસે પાણીની રેલમછેલ

કલાલી વિસ્તારમાં આવેલી ડિવાઇન ગેલેક્ષી પાસે પીવાની પાણીની લાઈનમાં અચાનક લીકેજ સર્જાયું હતું. લીકેજ એટલું મોટું હતું કે જોતજોતામાં આસપાસના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભરઉનાળે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં જાણે ચોમાસું બેઠું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી આવવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે બીજી તરફ આ પ્રકારે પાણીનો વેડફાટ થતા તંત્ર સામે સવાલો ઉભા થયા છે.

સ્થાનિકોમાં ભારે આક્રોશ

આ ઘટનાને પગલે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક સ્થાનિક રહેવાસીએ પોતાનો બળપો ઠાલવતા જણાવ્યું હતું કે, "અમે ગરમીમાં પાણીની તંગીનો સામનો કરી રહ્યા છીએ અને અહીં પાલિકાની બેદરકારીને કારણે લાખો લિટર પાણી ગટરમાં વહી રહ્યું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં લાઈનોનું સમયસર મેન્ટેનન્સ કરવામાં આવતું નથી.

આ પણ વાંચો: Vadodara: અટલાદરામાં વૃદ્ધને લૂંટનાર મદારી ગેંગનો સાગરીત ઝડપાયો, DCB પોલીસે સોનાની ચેન રિકવર કરી