વડોદરામાં ગુનાખોરી ડામવા માટે સક્રિય થયેલી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ (DCB) ને મોટી સફળતા મળી છે. અટલાદરા વિસ્તારમાં આશરે એક મહિના પહેલા એક વૃદ્ધને નિશાન બનાવી સોનાના દાગીનાની લૂંટ ચલાવનાર 'મદારી ગેંગ'ના એક સભ્યને પોલીસે ઝડપી પાડ્યો છે.

મદારી ગેંગના સભ્યની ધરપકડ

આશરે એક માસ પૂર્વે વડોદરાના અટલાદરા વિસ્તારમાં લૂંટની એક ઘટના બની હતી. જેમાં તસ્કરોએ એક વૃદ્ધ વ્યક્તિને નિશાન બનાવી તેમની સોનાની વીંટી અને સોનાની ચેનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોતરાઈ હતી.

પોલીસ કાર્યવાહી અને ધરપકડ

વડોદરા DCB પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ લૂંટમાં સામેલ શિવાનાથ મદારી નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી કુખ્યાત 'મદારી ગેંગ'નો સભ્ય છે. પોલીસે આરોપી પાસેથી લૂંટવામાં આવેલી સોનાની ચેન પણ રિકવર કરી લીધી છે.આ લૂંટના ગુનામાં શિવાનાથની સાથે અન્ય એક સાગરીત વનરાજ મદારી પણ સામેલ હતો. હાલ વનરાજ મદારી પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Surat: ઓડિશાથી લાવવામાં આવેલ 8 લાખના ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો