વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં ફૂંકાયેલા ભારે પવનને કારણે નેશનલ હાઈવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ધનિયાવી ચોકડી પાસે અચાનક વીજ પોલ ધરાશાયી થતાં તેને બચાવવાના પ્રયાસમાં એક ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, પરિણામે ટ્રક પલટી ખાઈને બાજુમાં પસાર થતી ઇકો કાર પર પડી હતી.
ટ્રક પલટી ખાઈને ઇકો કાર પર પડી
મળતી માહિતી મુજબ, ધનિયાવી ચોકડી પાસે નેશનલ હાઈવે પર અચાનક ભારે પવન ફૂંકાતા એક વીજ પોલ રસ્તા પર ધરાશાયી થયો હતો. ચાલુ વાહને આ વીજ પોલ નીચે ન આવી જાય તે માટે ટ્રક ચાલકે વાહનને વળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રક પલટી મારી ગઈ હતી. કમનસીબે, ટ્રક તેની બાજુમાં ચાલતી ઇકો કાર પર ખાબકતા કારમાં સવાર મુસાફરો ફસાયા હતા.
