વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ અને એક બુલેટ ચાલક વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીએ હવે ગંભીર વળાંક લીધો છે. મળતી માહિતી મુજબ, ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વગર બુલેટ લઈને પસાર થતા કૌશલ નામના યુવકને અટકાવ્યો હતો. આ દરમિયાન દંડ અથવા કાગળો બાબતે બંને પક્ષો વચ્ચે રકઝક શરૂ થઈ હતી, જે જોતજોતામાં ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ ગઈ હતી. પોલીસે આ મામલે શિસ્તભંગ અને ફરજમાં રુકાવટ બદલ બુલેટ ચાલક કૌશલ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


નંબર પ્લેટનો વિવાદ વકર્યો

બીજી તરફ, આ મામલે બુલેટ ચાલક અને તેના પરિવારે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. યુવકનો આરોપ છે કે તેને પોલીસ મથકમાં લઈ જઈને પોલીસ કર્મચારીઓ દ્વારા જાનવરની જેમ ડંડા વડે બેરહેમીથી માર મારવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાની ચર્ચા જાગતા મામલો ગરમાયો છે. યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે પોલીસ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહી છે અને તેઓ આ મામલે પોલીસ વિરુદ્ધ વળતી ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છે. હાલમાં આ ઘટનાના વિડીયો અને આક્ષેપોને પગલે સ્થાનિક પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

આ પણ વાંચો : Ahmedabad News : સુભાષબ્રિજને લઇને મોટા સમાચાર, અમદાવાદ મનપાએ સુભાષબ્રિજનું ટેન્ડર બહાર પાડ્યું

  • Follow us on: