ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન સમયે વડાપ્રધાન મોદી અમદાવાદ આવશે અને મત આપશે તેવી અટકળો શરૂ થઈ હતી. પરંતુ પીએમ મોદીએ દિલ્હી ખાતેથી પોસ્ટલ બેલેટથી મતદાન કરતાં અટકળો પર પૂર્ણ વિરામ મુકાયું હતું. હવે ફરીવાર વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવશે. મધ્ય ગુજરાતમાં સરદારધામ ભવનનું લોકાર્પણ કરશે. સરદારધામના પ્રમુખ ગગજી સુતરિયાએ પીએમ મોદીને આમંત્રણ પાઠવ્યું છે.

પીએમ મોદી વડોદરાના પ્રવાસે આવશે

મધ્ય ગુજરાતમાં તૈયાર થયેલા સરદારધામના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન મોદી આગામી 11મી મેના રોજ વડોદરાના પ્રવાસે આવશે. સરદારધામના પ્રમુખ ગગજી સુતરિયાએ વડાપ્રધાનને આમંત્રણ પાઠવ્યું છે. દિલ્હીમાં સરદારધામના ટ્રસ્ટીઓની વડાપ્રધાન સાથે મુલાકાત થઈ હતી. વડાપ્રધાન મોદી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત આવશે. તેમનું વડોદરામાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અભિવાદન કાર્યક્રમમાં પાટીદાર સમાજના લોકો હાજર રહેશે.

આ પણ વાંચોઃ Gujarat Weather News: અંબાલાલ પટેલે ગરમીમાં રાહત મળે તેવા સંકેતો આપ્યા, આજથી ધીમે ધીમે તાપમાન ઘટશે