વડોદરા સેન્ટ્રલ જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેલની અંદર બે કેદીઓ વચ્ચે થયેલી જૂની અદાવતમાં લોહિયાળ હુમલો થતા જેલ પ્રશાસનમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભયલુ દરબાર નામના કેદીએ અન્ય કેદી શિવબદન પર પતરાની પટ્ટી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.
જેલની અંદર બે કેદીઓ વચ્ચે હુમલો
મળતી માહિતી મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે કેદીઓ પોતપોતાની બેરેકમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન અગાઉથી ઘાત લગાવીને બેઠેલા કેદી ભયલુ દરબારે અચાનક શિવબદન પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરે પતરાની અણીદાર પટ્ટીનો ઉપયોગ એટલા જોરથી કર્યો હતો કે તે શિવબદનના પેટના ભાગે ઘૂસી ગઈ હતી.
