વડોદરામાં સરકારી ફરજ બજાવતા કર્મચારીઓ પર હુમલા અને દાદાગીરીની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં શહેરના ખાટકીવાડ સ્થિત કુરેશી હોલ પાસે ડ્રેનેજની ગંભીર ફરિયાદ મળતા કોર્પોરેશનની ટીમ કામગીરી કરવા પહોંચી હતી. જોકે, ત્યાં ઉમટી પડેલા કેટલાક સ્થાનિક તત્વોએ મ્યુનિસિપલ કર્મચારીઓ સાથે ઉદ્ધત વર્તન કરી દાદાગીરી શરૂ કરી હતી. એક યુવક તો ચાલુ મશીન પર ચડી ગયો હતો અને બળજબરીથી કામગીરી અટકાવી દીધી હતી. જનતાની સુવિધા માટે આવેલા કર્મચારીઓને જ ત્યાંથી હાંકી કાઢવા માટે દબાણ કરવામાં આવતા વાતાવરણ તંગ બની ગયું હતું.


વડોદરામાં સરકારી ફરજ

કર્મચારીઓ સાથે થયેલી આ ગેરવર્તણૂકને પગલે પાલિકાના સ્ટાફમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી આ અટકાયત અને ધમકીઓને કારણે ડ્રેનેજ સફાઈનું કામ ખોરંભે પડ્યું હતું, જેનાથી અન્ય રહીશોને પણ હાલાકી ભોગવવી પડી શકે છે. સરકારી કર્મચારીને ફરજમાં રુકાવટ ઊભી કરવા અને ધાક-ધમકી આપવા બદલ હવે કોર્પોરેશન દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવું કેટલું પડકારજનક બની રહ્યું છે.

આ પણ વાંચો : Vadodara પોલીસનું ‘સાયલન્ટ’ ઓપરેશન, બુલેટના મોડીફાઇડ સાયલેન્સરો પર ફેરવી દીધું બુલડોઝર

  • Follow us on: