વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં જાહેર માર્ગ પર બબાલ અને મારામારી કરનાર 7 યુવકોની મકરપુરા પોલીસે ધરપકડ કરી છે. આ સમગ્ર મામલો શાળામાં અભ્યાસ કરતાં બે બાળકો વચ્ચેના સામાન્ય ઝઘડાને કારણે વકર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, શાળામાં ભણતા બાળકો વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાની જાણ થતાં બંને બાળકોના મોટા ભાઈઓ અને તેમના સાગરીતો ગત તારીખ 26મી નવેમ્બરના રોજ મકરપુરા વિસ્તારમાં એકઠા થયા હતા.


જાહેરમાં બબાલ કરનાર 7 યુવકોની ધરપકડ

શરૂઆતમાં આ યુવકો વચ્ચે માત્ર બોલાચાલી થઈ હતી, પરંતુ મામલો ઉગ્ર બનતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. જાહેર માર્ગ પર યુવકોનો આ ઝઘડો જોઈને સ્થાનિક લોકો પણ એકઠા થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને જાહેર શાંતિનો ભંગ કરવા બદલ કુલ સાત યુવકોની ધરપકડ કરી હતી.

ધરપકડ કરાયેલા યુવકો

કૃણાલ પરમાર, રાજ સોલંકી, સુખદેવ મહેરા, નીરજ યાદવ, સાહીલ સૈયદ (બે વ્યક્તિ), ઉમેશ યાદવ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે તમામ યુવકોને કાન પકડાવીને માફી મંગાવી હતી અને તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું. જાહેરમાં બબાલ અને મારામારીને ગંભીરતાથી લઈ પોલીસે દાખલારૂપ પગલું ભર્યું છે.

 આ પણ વાંચો : ખેરની તસ્કરી મામલે વલસાડના RFO સસ્પેન્ડ, આંતરરાજ્ય તસ્કરીનો પર્દાફાશ

  • Follow us on: