ગુજરાતમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મુસ્લિમ પરિવારે ઉછેરીને મોટા કરેલા એક અનાથ યુવકને હવે હિન્દુ બનવું છે. સિરાજ નામના યુવકે હિન્દુ ધર્મ અંગીકાર કરવા માટે કલેક્ટરને અરજી કરી છે. મુળ સુરતનો સિરાજ વડોદરામાં નોકરી કરતો હતો. તેને પ્રતાપનગરના આશ્રમ સંચાલકનો પણ સહકાર મળ્યો છે.
વડોદરામાં અનાથ યુવકને બનવું છે હિન્દુ
વડોદરામાં મુસ્લિમ પરિવારમાં ઉછરેલા એક અનાથ યુવકે કલેક્ટર કચેરીમાં હિન્દુ બનવા માટે અરજી કરી છે. સિરાજને હવે હાર્દિક બનવું છે. તે મુળ સુરતનો છે અને વડોદરામાં નોકરી કરતો હતો. હવે તે મુસ્લિમ ધર્મમાંથી હિન્દુ ધર્મ અંગીકાર કરવા માંગે છે.
