વડોદરામાં ભારે વાહનો અને ખાસ કરીને ડમ્પર ચાલકોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. આજે શહેરના વ્યસ્ત ગણાતા અટલાદરા બ્રિજ નીચે એક બેફામ ગતિએ આવતા ડમ્પરે અકસ્માત સર્જ્યો હતો. ડમ્પર ચાલકે એક બાઈક સવારને અડફેટે લેતા ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
વડોદરામાં ડમ્પર ચાલકે સર્જયો અકસ્માત
મળતી માહિતી મુજબ, અટલાદરા બ્રિજ નીચેથી પસાર થઈ રહેલા બાઈક સવારને પાછળથી આવતા ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈકને મોટું નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે બાઈક ચાલકનો આબાદ બચાવ થયો છે. જો થોડી પણ સેકન્ડની ચૂક થઈ હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત.
