રાજ્યભરમાં આજથી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલ પરીક્ષા કેન્દ્ર પર એક ચિંતાજનક ઘટના બની હતી. પરીક્ષા આપી રહેલી બે વિદ્યાર્થિનીઓની તબિયત એકાએક લથડતા શાળા પ્રશાસન અને ત્યાં હાજર આરોગ્ય ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બે વિદ્યાર્થિનીઓની તબિયત લથડી
મળતી માહિતી મુજબ, પરીક્ષા ખંડમાં પેપર લખતી વખતે એક વિદ્યાર્થિનીને અચાનક ખેંચ (આંચકી) આવતા તેની સ્થિતિ ગંભીર બની હતી. શાળા દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે બીજી એક વિદ્યાર્થિનીને ગભરામણને કારણે ચક્કર આવતા તે ઢળી પડી હતી.










