વડોદરા શહેરમાં દારૂબંધીના અમલ વચ્ચે બુટલેગરો ધરપકડથી બચવા માટે અવનવા કીમિયા અજમાવી રહ્યા છે. તાજેતરમાં વડોદરાની છાણી બ્રિજ પાસે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં બાઈક સામાન્ય જણાતી હતી, પરંતુ જ્યારે પોલીસે ઝીણવટભરી તપાસ કરી તો તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ બુટલેગરોએ બાઈકની પેટ્રોલ ટાંકીમાં ખાસ પ્રકારનું 'ચોરખાનું' બનાવ્યું હતું, જેમાં પેટ્રોલને બદલે દારૂની બોટલો સંતાડવામાં આવી હતી.


વડોદરા પોલીસની બાજ નજર

પોલીસે બાઈકની ટાંકી તેમજ સીટની નીચે બનાવેલા ગુપ્ત ખાનાઓમાંથી અંદાજે રૂ. 24,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસની નજરમાં ન આવવા માટે આ બુટલેગરો લાંબા સમયથી આ અજીબોગરીબ તરકીબનો ઉપયોગ કરી હેરાફેરી કરતા હોવાની આશંકા છે. હાલમાં પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો.

આ પણ વાંચો : Navsari News : વાંસદામાં માનવતા શર્મસાર, સગીરા પર મિત્રોએ જ આચર્યું સામૂહિક દુષ્કર્મ, 8 નરાધમો જેલહવાલે

  • Follow us on: