વડોદરાના બરોડા ક્રિકેટ એસોસિએશનની (BCA) ચૂંટણીને લઈને બંને પક્ષો વચ્ચે ભારે રસાકસી શરૂ થઇ છે. રોયલ સત્યમેવ ગૃપ અને રિવાઈવલ ગ્રુપ વચ્ચે આક્ષેપો-પ્રત્યાક્ષેપો થઇ રહ્યા છે. બંને પક્ષો એકબીજા પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે.


રોયલ સત્યમેવ ગૃપનો આરોપ

રોયલ સત્યમેવ જયતે ગ્રુપે BCA સ્ટેડિયમના બાંધકામમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ગ્રુપના દાવા મુજબ, 18 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ સ્ટેડિયમનું કામ અધૂરું છે અને આજે પણ કોટંબી સ્થિત BCA સ્ટેડિયમનું કામ પૂર્ણ થઈ નથી. તેમણે ફોરેન્સિક ઓડિટ કરાવવાની માંગ ઉઠાવી છે, જેથી ઝીણવટભરી તપાસ થઈ શકે.

રિવાઇલ ગૃપ ઉપર આરોપ

રોયલ સત્યમેવ ગૃપે રિવાઈવલ ગ્રુપ પર મનમાની રીતે કામ કરવાના આરોપ લગાવ્યા છે. રિવાઈવલ ગ્રુપના નેતાઓએ બેલેટ બોક્સને કલેક્ટર પાસે રાખવાની પણ માગ કરી છે, જેથી ચૂંટણીના પરિણામો પારદર્શક અને નિષ્પક્ષ રહી શકે.

કિરણ મોરેના પ્રહાર

રોયલ ગ્રુપના આક્ષેપો પર પ્રમુખ પદના ઉમેદવાર કિરણ મોરે એ કટાક્ષ કરતાં કહ્યું કે બેટ પકડતા નથી આવતું, અને તેઓ હવે ચૂંટણી લડી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, "અમારી મુખ્ય પ્રાથમિકતા ક્રિકેટરોને તૈયાર કરવાનો રહેશે, જેથી બરોડાની ટીમ વધુ મજબૂત બની શકે."

ઇરફાન પઠાણના આક્ષેપ પર કિરણ મોરેનો જવાબ

ઇરફાન પઠાણે કરેલા આરોપ અંગે કિરણ મોરે એ જણાવ્યું કે અમે 100 નહી, ઝીરો પર પહેલું ધ્યાન આપીશું.


આ પણ વાંચો-----    Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો

  • Follow us on: