વડોદરા જિલ્લા પંચાયત સદસ્ય અમેરિકાથી પરત ફરતા યુદ્ધના કારણે ઇસ્તંબુલમાં ફસાયા છે.


વિમાની કંપનીઓએ તમામ ફ્લાઇટ્સ હાલ સ્થગિત કરી દીધી છે

ઇરાન સામે ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે હાલ ભીષણ યુદ્ધ શરુ થયું છે જેના કારણે અનેક મુસાફરો વિવિધ સ્થળો પર અટવાઇ ગયા છે કારણ કે વિમાની કંપનીઓએ તમામ ફ્લાઇટ્સ હાલ સ્થગિત કરી દીધી છે.

અમેરિકાથી પરત ફરતા ફસાયા

 વડોદરા જિલ્લા પંચાયત સદસ્ય કમલેશભાઈ પટેલ અમેરિકા ગયા હતા અને ત્યાંથી વડોદરા પરત ફરી રહ્યા હતા ત્યારે ઇસ્તંબુલમાં ફસાયા છે.

વીડિયો મોકલી સહાયની માગ કરી

કમલેશભાઇ સાવલી તાલુકાના ગરધીયા ગામના વતની છે. ઇસ્તબુલમાં તેઓ છેલ્લા બે ત્રણ દિવસથી ફસાયા છે અને વિમાની સેવાઓ બંધ હોવાથી તેમની પાસે હવે કોઇ વિકલ્પ બચ્યો નથી

ભારતીય દૂતાવાસમાં પણ જાણ કરાઇ છે.

તેમણે વીડિયોમાં જણાવ્યું કે અમેરિકાથી આવવા નિકળ્યો હતો પણ યુદ્ધના કારણે અમારી ફ્લાઇટ અબુધાબીની જગ્યાએ ઇસ્તુબુલમાં ડાઇવર્ટ કરાઇ છે અને ત્રણ દિવસથી અહી અટવાયેલા છીએ. કાર્યકરો દ્વારા સાંસદને આ મામલે જાણ થઇ તો સાંસદ કાર્યાલયમાંથી હેમાંગ જોશીનો ફોન આવ્યો હતો. અમને કહ્યું છે કે કોઇ તકલીફ પડે તો સંપર્ક કરજો. ભારતીય દૂતાવાસમાં પણ જાણ કરાઇ છે..


આ પણ વાંચો----      Ahmedabad ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ચર્ચાસ્પદ ધમકીભર્યા મેઈલ કેસમાં આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લેવામાં આવ્યો


  • Follow us on: