સસ્તામાં સોનું અપાવવાનું અને મોટી લોન પાસ કરાવવાનો ખોટો વાયદો કરીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવતી ગેંગનો એક વધુ મોટો કિસ્સો સામે આવ્યો છે. કર્ણાટકમાં રહેતી મંજુ આર. રવિ સાથે સસ્તુ સોનુ અને લોન અપાવવાના બહાને રૂ. 4.92 કરોડની છેતરપિંડી કરાઈ હતી. આ મામલે વડોદરાની જે પી રોડ પોલીસે મહિલા સહિત કુલ 19 આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
સસ્તુ સોનું અને લોનના નામે લાખો નહીં, કરોડો પડાવ્યા
ફરિયાદ મુજબ, ગેડા સર્કલ પાસે સિગ્નેટ હબ નામની ઓફિસ ધરાવતા રાજવીર પરીખ અને તેના સાથીદાર વિશાલ બારડ તથા નયના મહિડાએ મંજુ રવિને ઓછી કિંમતમાં સોનું અપાવવાની લાલચ આપી હતી.
ફરિયાદી પાસેથી સસ્તુ સોનું અપાવવાના નામે રૂ. 4.61 કરોડ પડાવ્યા
રાજવીર પરીખે ફરિયાદી પાસેથી સસ્તુ સોનું અપાવવાના નામે રૂ. 4.61 કરોડ પડાવ્યા. જ્યારે પોતાના તેમને લોન એજન્ટ બતાવનાર વિશાલ બારડે બેન્ક મેનેજર કમિશન અને એડવાન્સ ફીના બહાને રૂ. 31 લાખ મેળવી લીધા. આ લોન 10 કરોડ રૂપિયાની હોવાની વાત કરી હતી. આ ઉપરાંત અન્ય સહઆરોપીઓની મદદથી કુલ રૂ. 4.92 કરોડની વસૂલાત કરી હતી.
ના સોનુ મળ્યું, ના લોન
આરોપીઓએ ન તો સોનું આપ્યું અને ન તો લોન આપી. પૈસા પડાવી લીધા બાદ તમામ આરોપીઓ ગાયબ થતા ફરિયાદી કર્ણાટકની મહિલા છેતરાઈ ગઈ હતી. ત્યારબાદ તેણે વડોદરાની જે પી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
19 શખ્સો સામે ઠગાઇનો ગુનો
પોલીસે આ કાવતરમાં સામેલ 19 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે, જેમાં, વિશાલ વિનોદ બારડ, નયના મહિડા, રાજવીર પરીખ (ઇલ્યાસ અજમેરી), રાજભાઈ, સુલતાન (ડ્રાઈવર), વિરલ (ડૉક્ટર), લાલાભાઈ, સમિરભાઈ, ગણેશ, હર્ષ શર્મા, શ્રીનિવાસન (ED અધિકારીના નામે કૌભાંડ) અને ટોલ નાકા પાસે પોલીસ બની પૈસા પડાવનાર અન્ય શખ્સો સામેલ છે
પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા
પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તેમના મોબાઇલ, નાણાંકીય વ્યવહારો, બોગસ દસ્તાવેજો અને બેન્ક એકાઉન્ટની પણ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો---Vadodara : શહેર પોલીસની 100 કલાકની ડ્રાઇવમાં 600થી વધુ આરોપીને શોધી 300થી વધુ આરોપીના ડોઝીયર્સ તૈયાર કરાયા