વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે અધિકારીઓ સામે પોતાના રોષ દર્શાવતા આજે યોજાનારી સંકલન બેઠકમાં હાજર રહેવાનો ઇન્કાર કરતા ફરી એક વાર રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઈનામદારએ જણાવ્યું કે અગાઉની સંકલમાં થયેલી રજૂઆતોનું નિરાકરણ ન થાય ત્યાં સુધી તેઓ બેઠકમાં હાજર નહીં રહે. સાવલીના MLA કેતન ઇનામદારે બહિષ્કાર કર્યો હતો તો પાદરાના MLA ચૈતન્યસિંહ ઝાલા પણ બેઠકથી દૂર રહ્યા હતા અનેકરજણના MLA અક્ષય પટેલ પણ હાજર ન રહ્યા ન હતા. જો કે ડભોઇના MLA શૈલેષ મહેતા અને વાઘોડિયાના MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલા બેઠકમાં હાજર રહ્યા હતા
મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો
કલેકટરની અધ્યક્ષતામાં દર મહિને યોજાતી સંકલન બેઠકમાં શહેર-જિલ્લાના ધારાસભ્યો પોતાની રજૂઆત કરે છે. ઉલ્લેખનિય છે કે કેતન ઇનામદાર સહિત પાંચ MLA એ અધિકારીઓની મનમાની અને તેઓ કામ કરતા ના હોવા બાબતે તાજેતરમાં મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો જેની વ્યાપક ચર્ચા થઇ હતી.
સંકલન સમિતિ માત્ર ઔપચારિકતા સુધી સીમિત ન રહે
ધારાસભ્ય ઈનામદારે જણાવ્યું કે સંકલન સમિતિ માત્ર ઔપચારિકતા સુધી સીમિત ન રહે અને પ્રજાના પ્રશ્નોનો નિરાકરણ લાવવું જોઈએ.
મેં મુખ્યમંત્રીને આ અંગે રજુઆત કરી છે
ધારાસભ્ય ઈનામદારે કહ્યું, અમારા પ્રશ્નોની ચર્ચા તો થાય છે, પરંતુ નિરાકરણ નથી આવતું. પ્રજાના પ્રશ્નો અંગે અધિકારીઓ ગંભીરતા બતાવતા નથી. મેં મુખ્યમંત્રીને આ અંગે રજુઆત કરી છે અને અમે હજુ પણ રજુઆત ચાલુ રાખીશું.
પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી હું સંકલન બેઠકમાં હાજર નહિ રહું
તેમણે વધુમાં ઉમેર્યું, પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી હું સંકલન બેઠકમાં હાજર નહિ રહું. સંકલન સમિતિ માત્ર ઔપચારિકતા ન હોવી જોઈએ.
આ બેઠક ફોર્માલીટી હોય તો હું ભાગ લેવા માગતો નથી
તેમણે મીડિયા સમક્ષ કહ્યું હતું કે સંકલનમાં અગાઉના પ્રશ્નોનું નિરાકરણ આયુ નથી. આ બેઠક ખુબ મહત્વની હોય છે. દર મહિનાના ત્રીજા શનિવારે બેઠક યોજાતી હોય છે જેમાં ધારાસભ્યો, સાંસદ, જિલ્લા પંચાયતના પ્રમુખ, વિવિધ વિભાગોના અધિકારી હાજર હોય છે અને બેઠકની અધ્યક્ષતા કલેક્ટર કરે છે. આ બેઠકમાં પ્રશ્નો પુછાય તો તેને ગંભીરતાથી લઇ નિરાકરણ લવાતું નથી. ઘણી સંકલનથી મારા પ્રશ્નો આજ દિન સુધી પડતર છે અને તેનું નિરાકરણ નથી. આ બેઠક ફોર્માલીટી હોય તો હું ભાગ લેવા માગતો નથી. સંકલનને ફોર્માલિટી તરીકે નહી અને ગંભીરતાથી લેવાય તથા પ્રશ્નોનું નિરાકરણ લવાય..તેમણે કહ્યું કે મારે જિલ્લાના અન્ય ધારાસભ્યો સાથે વાત થઇ નથી.
હું ધારાસભ્ય બન્યો ત્યારથી રજુઆત કરું છું
ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે જણાવ્યું હતું કે હું ધારાસભ્ય બન્યો ત્યારથી રજુઆત કરું છું અને વિકાસ કામોને લઇ ટેન્ડર બહાર પાડવા કહ્યું છે. તેમણે કહ્યું કે મહીસાગરના પાણી વાઘોડિયામાં પહોંચતા નથી અને આશા છે કે અમારા કામ થશે
આ પણ વાંચો----- Kutch : ખાવડા નજીક મોડી રાત્રે 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, ખાવડાથી 55 કિમી દૂર ભૂકંપનું એપિ સેન્ટર