નંદેસરી પોલીસ સ્ટેશનની ટીમે અનગઢ ગામના બસ સ્ટેન્ડ પાસે ચંદુભાઈ સામંતભાઈ પરમાર (ઉ.વ. 73)ના મકાન પરથી 4 કિલો 415 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસ વધુ તપાસ શરુ કરી છે.
આરોપી પાસેથી કુલ રૂ. 67,225નો મુદ્દામાલ જપ્ત
નંદેસરી પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ સતત પેટ્રોલિંગ અને નાર્કોટિક્સ સંબંધિત પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી. ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો. દરોડા દરમિયાન, આરોપી પાસેથી કુલ રૂ. 67,225નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જેમાં 4.415 કિગ્રા પોપી (ડોડા) (રૂ.66,225), તેને ભરવા માટે વપરાયેલ કાપડની થેલી, લોખંડનો વજન કાટો અને વજનીયા (રૂ.500) સાથે એક સાદો કીપેડ મોબાઇલ ફોન (રૂ.500) સામેલ છે.













