હાલમાં દિવસે ને દિવસે વધી રહેલા હૃદય રોગના હુમલાઓ એક ચિંતાનો વિષય બન્યો છે, તેવામાં વડોદરામાં એક જ દિવસમાં વધુ ત્રણ વ્યક્તિઓ બેભાન થઈને ઢળી પડતા ત્રણેયના હૃદય રોગના હુમલાને કારણે મોત નીપજ્યાં હોવાનું પ્રાથમિક તારણ સામે આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


વડોદરામાં હાર્ટ એટેકથી 3ના મોત થયા !

પ્રથમ બનાવમાં, વાઘોડિયા રોડ ઉપર પૂનમ પાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહેતા ૫૬ વર્ષીય રાજેશભાઈ નારાયણભાઈ રાણા કોઠી સરકારી પ્રેસમાં ફરજ બજાવતા હતા. રાજેશભાઈ ગુરુવારે સવારે ઉઠ્યાં હતા અને ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગયા હતા. જ્યાં બશ કરતા કરતા જ તેઓ ઢળી પડતા પત્ની દોડી આવી હતી અને રાજેશભાઈને સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા

બીજા બનાવમાં, રાવપુરા મનોહર ઍપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતા ૪૫ વર્ષીય વૈભવભાઈ વિજયભાઈ મનોહર શેર માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ગુરુવારે વૈભવભાઈ બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં રેસકોર્ષ ખાતે તેમના ક્લાયન્ટની ઓફિસે મળવા માટે ગયા હતા. જ્યાં તેઓ એકાએક બેભાન થઈને ઢળી પડ્યાં હતા. જેથી તેમને સારવાર માટે ખસેડાતા ફરજ પરના તબીબે વૈભવભાઈને મૃત જાહેર કર્યા હતા.

ઠંડીના સમયે વધુ બને છે હાર્ટ એટેકની ઘટના

ત્રીજા બનાવમાં, હરણી રોડ સવાદ ક્વાર્ટરમાં રહેતા ૫૬ વર્ષીય વસંતીબેન પ્રવિણભાઈ સોલંકી ગુરુવારે સવારે સાડા છ વાગ્યાના અરસામાં ઘરે ચા બનાવતા હતા ત્યારે એકાએક ચક્કર ખાઈને ઢળી પડયાં હતા. જેથી તેમને સારવાર માટે લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘટના સંદર્ભે બાપોદ પોલીસે મૃતદેહને પોસ્ટમૉર્ટમ અર્થે ખસેડીને કાર્યવાહી હાથ ધરી હતી. ત્રણેવ ઘચના માં હૃદય રોગના હુમલાને કારણે મોત થયું હોવાનું તબિબોનુ પ્રાથમિક અનુમાન છે.


આ પણ વાંચો : Gujarat Flashback 2025 : ગુજરાતમાં વર્ષ 2025માં 10 કરતા વધુ સિંહને લોકો પાયલટે બચાવ્યા, સિંહ ટ્રેક પર આરામ કરતા હોય અને ટ્રેન ઉભી રાખી


  • Follow us on: