મોંઘા ખાનગી ટ્યુશનના વિકલ્પ તરીકે આ પ્લેટફોર્મ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે 'પર્સનલ ટ્યુટર'ની ભૂમિકા ભજવશે. આર્થિક ભેદભાવ મિટાવતા આ ડિજિટલ ઇનોવેશનને ગુજરાત સરકારના સ્ટાર્ટઅપ સેલે ₹2 લાખની સહાય આપી પ્રોત્સાહિત કર્યું છે.


વિદ્યાર્થીની નબળાઈઓને પારખી પોતાની શિક્ષણ પદ્ધતિમાં આપમેળે ફેરફાર કરે

પાર્થ ગોપાણીનું 'મેરી શિક્ષા' પોર્ટલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી દરેક વિદ્યાર્થીને તેની ક્ષમતા મુજબ વ્યક્તિગત માર્ગદર્શન પૂરું પાડે છે. આ સંપૂર્ણ નિઃશુલ્ક પ્લેટફોર્મ વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરી, તેમને અત્યંત સરળ રીતે અભ્યાસ કરવામાં મદદરૂપ બને છે. આ 'એડેપ્ટિવ સિસ્ટમ' વિદ્યાર્થીની નબળાઈઓને પારખી પોતાની શિક્ષણ પદ્ધતિમાં આપમેળે ફેરફાર કરે છે.

શિક્ષણને ખરા અર્થમાં સર્વસુલભ બનાવી રહ્યા છે

પરંપરાગત ક્લાસરૂમની જેમ આખા કોર્સની તગડી ફી ભરવાને બદલે, અહીં વિદ્યાર્થી માત્ર અઘરા લાગતા વિષયો પર જ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જે શિક્ષણને વધુ સચોટ અને કિફાયતી બનાવે છે. વર્ષ 2023થી કાર્યરત આ મિશન સાથે અત્યાર સુધી 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે. 'AI પર્સનલ ટ્યુટર' અને 'સ્કિલ ગેપ ડિટેક્શન' જેવા આધુનિક ટૂલ્સ, વિદ્યાર્થીની પ્રગતિનો ત્વરિત રિપોર્ટ આપી શિક્ષણને ખરા અર્થમાં સર્વસુલભ બનાવી રહ્યા છે.


આ પણ વાંચો : Rajkot News : રાજકોટના જેતપુર પાસે SMCની મોટી રેડ, બટેકાની આડમાં લઈ જવાતો રૂ.86.33 લાખનો વિદેશી દારૂ ઝડપાયો



  • Follow us on: