વડોદરાના ગોરવામાં કન્સ્ટ્રકશન સાઈટ પરથી બાળક પટકાતા મોત થયું છે, કન્સ્ટ્રક્શન સાઇટ ગઇકાલે બની હતી ઘટના અને બીજા માળથી પટકાતા હોસ્પિટલ ખસેડાયું હતુ, સારવાર દરમિયાન બે વર્ષના બાળકનું મોત થયું છે, અને છોટા ઉદેપુરથી પરિવાર મજૂરી માટે આવ્યો હતો. 

 

બાળકનું સારવાર દરમિયાન મોત થયું

ગોરવા વિસ્તારમાં નવા બંધાતા મકાનના બીજા માળથી પટકાયેલ બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે, છોટા ઉદેપુરથી બે દિવસ પહેલા જ અજીત નાયકા પરિવાર સાથે આવ્યા હતા મજૂરી માટે અને ગોરવા આચાર્ય હોસ્પિટલની બાજુમાં બની રહ્યું હતું મકાન, માતા પિતા કામ કરતા હતા તે સમયે બે વર્ષનો આયુષ રમતા રમતા પટકાયો હતો નીચે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જયાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે.

બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે આરંભી તપાસ

તો પોલીસે સમગ્ર ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે, બાળકનું પીએમ કરવામાં આવશે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામા આવશે, કયારેક બાળક રમતા-રમતા નીચે પટકાતા હોય છે આવી ઘણી ઘટનાઓ બની છે, ત્યારે આ કેસમાં પણ એવું જ થયું છે કે, બાળક રમતું હતુ અને નીચે પટકાયું હતુ, ત્યારે માતા-પિતા બાળકોને એકલા ના મૂકે અને રમતા હોય બાળકો ત્યારે તેમની સાથે રહે તે પણ જરૂરી બન્યું છે.


  • Follow us on: