વડોદરા શહેરની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી સીધા પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા અને અહીં તેમને ડીજીપી કે. એલ. એન. રાવ અને શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા આવકારવામાં આવ્યા હતા. શહેર પોલિસની એક ટૂકડી દ્વારા નાયબ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.


બાદમાં આ મહાનુભાવો દ્વારા તક્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું

પોલીસ કમિશનરે વડોદરા શહેર પોલીસ દ્વારા આધુનિક ટેક્નોલોજીના વિનિમયથી ક્રાઇમ ડિટેક્શન, મહત્વના તહેવારોમાં બંદોબસ્ત, સંસાધનો અંગેની માહિતી પ્રસ્તુત કરી હતી. તત્પશ્ચાત મહાનુભાવો દ્વારા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. અહીં સીસીટીવી કેમેરા થકી વડોદરા શહેરમાં સુરક્ષા - ટ્રાફિકની દ્રષ્ટિએ કેવી રીતે નજર રાખવામાં આવી રહી છે ? તે બાબતોની રસપ્રદ જાણકારી શ્રી સંઘવીએ અત્રેથી મેળવી હતી. તેમણે સુરક્ષા પ્રણાલીમાં આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા સૂચન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ વિઝીટ બૂકમાં પોતાની નોંધ લખી શહેર પોલીસ કમિશનરને સુપ્રત કરી હતી.


આ પણ વાંચો : Extra Comment : તંગડી ઊંચી રાખીને ટ્રમ્પે યુદ્ધ પૂરું કરવું છે ?



  • Follow us on: