વડોદરામાં ST બસ ચાલકે અકસ્માત સર્જયો છે અને એસટી બસના ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા છે અને અકસ્માતમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાની વાત સામે આવી છે, પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે, ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, અને અકસ્માતને લઈ સીસીટીવી પણ પોલીસે લીધા છે.
વડોદરામાં એસ. ટી. બસ ચાલકે સર્જયો અકસ્માત
વડોદરામાં એસટી બસના ચાલકે અકસ્માત સર્જયો છે અને અકસ્માતમાં એક વ્યકિતને ગંભીર ઈજા પહોંચી છે અને 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે, સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોઈ શકે છે, ત્યારે સમગ્ર ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો છે.













