ગુજરાતમાં મકરસંક્રાંતિ પર ઊંધિયુ, જલેબી અને ચિક્કીનું વેચાણ વધુ પ્રમાણમાં થતું હોય છે. આ પ્રકારના ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ના હોય તેની ચકાસણી કરવા માટે વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ઊંધિયું, જલેબી, ચીકીના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં વેપારીઓ સામે મનપાનું તંત્ર એક્શનમાં આવ્યું છે.

ઊંધિયું, જલેબી, ચીકીના વેપારીઓને ત્યાં ચેકિંગ

વડોદરામાં મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ઉત્તરાયણને લઈને ડ્રાઈવ યોજવામાં આવી છે. આ ડ્રાઈવ અંતર્ગત શહેરમાં ઊંધિયું, જલેબી, ચીકીના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરના સયાજીગંજ વિસ્તારમાંથી આરોગ્ય વિભાગના અધિકારીઓએ ઊંધિયું, જલેબી, ચીકીના સેમ્પલ લીધા હતાં. આ સેમ્પલને લેબ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે તેવું અધિકારી સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઉત્તરાયણ સુધી સતત આ ડ્રાઈવ ચલાવવામાં આવશે.