વડોદરાના મોટા સિગ્નલ પર કરાશે ડ્રોનથી સરવે અને સરવેના આધારે સિગ્નલનો સમય નક્કી કરાશે અને સિગ્નલનો સમય ઘટાડવા-વધારવા નિર્ણય લેવાશે, સરવે મુજબ સિગ્નલનો સમય ઓછો વધતો કરવામાં આવશે અને લોકોને મિનિટો સુધી સિગ્નલ પર ઉભા રહેવાથી મુક્તિ મળશે અને પ્રાથમિક રીતે વધુ ટ્રાફિક ધરાવતા 5 સિગ્નલ પર સરવે કરાયો છે.
ડ્રોનના માધ્યમથી ટ્રાફિકનો સરવે કરવામાં આવશે
પોલીસના જણાવ્યા મુજબ શહેરના રસ્તાઓ પર ટ્રાફિક સુચારુ રુપે ચાલે તે માટે અને વાહન ચાલકોને ટ્રાફિક જંકશનો પર લાંબા સમય સુધી ઉભા ના રહેવું પડે તે માટે આજે ખોડિયારનગર ચાર રસ્તા પાસે ડ્રોનના માધ્યમથી ટ્રાફિકનો સર્વે કરાયો હતો. વૈજ્ઞાનિક ઢબે અલગ અલગ સમયે ટ્રાફિક ફ્લો અંગેનો સરવે આગામી સમયમાં આ જ પ્રકારે ખોડીયારનગર ચાર રરસ્તા તથા એલ એન્ડ ટી સર્કલ, માણેક પાર્ક સર્કલ, સરદાર એસ્ટેટ ચાર રસ્તા તથા વૃંદાવન ચાર રસ્તા જેવા મોટા ટ્રાફિક જંકશનો ખાતે ડ્રોનના માધ્યમથી વૈજ્ઞાનિક ઢબે અલગ અલગ સમયે ટ્રાફિક ફ્લો અંગેનો સરવે કરવામાં આવશે.









