વડોદરા શહેરની વિવિધ શાળાઓને ઇમેઇલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ તંત્ર સક્રિય થયું છે.

 આ અગાઉ પણ આવા મેઇલ મળી ચૂક્યા છે


પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું કે આ અગાઉ પણ આવા મેઇલ મળી ચૂક્યા છે, જેમાં એરપોર્ટ અને હોટલ પર ધમકીઓ આપવામાં આવી હતી.

 ઘટનાની તપાસ


તેમણે કહ્યું છે કે આજે આવો જ મેલ શાળાઓને મળતા પોલીસની એજન્સીઓ તરત જ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે. સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવ્યું છે.


શાળાઓના સંચાલકો સાથે બેઠક કરાશે


કમિશનરના જણાવ્યા મુજબ, શાળાઓના સંચાલકો સાથે બેઠક કરી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. આવતીકાલથી શાળાઓ નિયમિત રીતે ખૂલી રહેશે, પરંતુ તપાસ ચાલુ રહેશે. 

બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને શાળાઓમાં સુરક્ષા

તેમણે ઉમેર્યું કે બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને શાળાઓમાં સુરક્ષા વધારવામાં આવી છે અને વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે. 


  • Follow us on: