વડોદરા જિલ્લાના પેરોલ ફર્લો પોલીસે ઓપરેશન પરાક્રમ હેઠળ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેને વરણામા પોલીસને વધુ તપાસ માટે સોંપ્યો હતો.
વડોદરા જિલ્લા પોલીસનું ઓપરેશન પરાક્રમ
વડોદરા જિલ્લા પોલીસ હાલ ઓપરેશન પરાક્રમ હેઠળ પ્રોહિબીશન, અપહરણ, ચોરી, લૂંટ તથા ધાડ અને છેતરપિંડી અને વિશ્વાસઘાત તથા લેન્ડ ગ્રેબીંગ જેવા ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરી રહેલા આરોપીઓને શોધવાની ઝુંબેશ ચલાવી રહી છે જેના ભાગ રુપે પોલીસ વિવિધ સ્થળો પરથી નામચીન અપરાધીઓને શોધી રહી છે













