દેશભરમાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે ત્યારે વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એક અનોખી અને આકર્ષક રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.


 સ્વિમિંગ પૂલમાં બાળકો દ્વારા તરતાં-તરતાં રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરાઇ

શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પૂલમાં બાળકો દ્વારા તરતાં-તરતાં રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

5 વર્ષથી લઈને 16 વર્ષ સુધીના બાળકો જોડાયા

આ ઉજવણીમાં 5 વર્ષથી લઈને 16 વર્ષ સુધીના બાળકો જોડાયા હતા. બાળકો દ્વારા રાષ્ટ્રધ્વજ હાથમાં લઈને સ્વિમિંગ પૂલમાં વિવિધ કરતબો રજૂ કરવામાં આવ્યા હતા, જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દેશભક્તિના ગીતો અને નારા સાથે સમગ્ર વાતાવરણ દેશપ્રેમથી ગુંજી ઉઠ્યું હતું.

પાણીમાં ઉતરીને કરાયેલા આ કરતબો દ્વારા પ્રજાસત્તાક દિનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું

બાળકો દ્વારા પાણીમાં ઉતરીને કરાયેલા આ કરતબો દ્વારા પ્રજાસત્તાક દિનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. સાથે સાથે બાળકોએ સમગ્ર દેશવાસીઓને પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

માતા-પિતા અને ખેલપ્રેમીઓમાં પણ ઉત્સાહ

આ અનોખી ઉજવણીને લઈને હાજર રહેલા માતા-પિતા અને ખેલપ્રેમીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો અને બાળકોના આત્મવિશ્વાસ તથા દેશપ્રેમની ભાવનાને સરાહના મળી હતી.


આ પણ વાંચો----    Republic Day 2026 : 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી, આન-બાન-શાનનું પ્રતીક રાષ્ટ્રીય પર્વ: PM મોદી

  • Follow us on: