વડોદરાની સુપ્રસિદ્ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એક વખત ચર્ચામાં આવી છે.પરંતુ આ વખતે કારણ કોઇ વિવાદ નહીં પરંતુ એક વિદ્યાર્થીનીની અદમ્ય હિંમત છે. યુનિવર્સિટી કેમ્પસમાં રિયા સિંઘ નામની વિદ્યાર્થિની સાથે એક અજાણ્યા શખ્સે અશ્લીલ હરકત કરી હતી. સામાન્ય રીતે આવી ઘટનાઓમાં યુવતીઓ ડરી જતી હોય છે અથવા શરમના કારણે ચૂપ રહી જતી હોય છે. પરંતુ રિયાએ ડરવાને બદલે તે તત્વો સામે લડવાનું નક્કી કર્યુ.
આખા કેમ્પસમાં રિયાની પ્રશંસા થઇ
રિયાએ જે રીતે અશ્લીલ હરકત કરનાર વ્યક્તિને જાહેરમાં પડકાર્યો અને તેનો સામનો કર્યો. જેનાથી આખા કેમ્પસમાં તેની પ્રશંસા થઇ રહી છે. યુનિવર્સિટીની અન્ય વિદ્યાર્થીનીઓ પણ રિયાના સમર્થનમાં આગળ આવી છે. યુવતીઓનું માનવું છે કે હવે સમય આવી ગયો છે કે આવા અસામાજિક તત્વોને આ જ રીતે પાઠ ભણાવવો જોઇએ. જો આજે એક યુવતી અવાજ ઉઠાવશે, તો કાલે બીજી અનેક દીકરીઓ નિર્ભય બનીની કેમ્પસમાં ફરી શકશે.













