વડોદરાના અકોટા દાંડિયા બજાર રોડ પર અકોટા બ્રિજ પાસે એક ગંભીર બાઈક અકસ્માત થયો હતો, જેમાં યુવક સાજીદનું મોત થયું હતું. આ કેસની તપાસ કરી રહેલી પોલીસને ચોંકાવનારી માહિતી મળી છે કે સાજીદ જે બાઇક ચલાવી રહ્યો હતો તે ચોરી કરાયેલું બાઇક હતું.

યુવક મોઢા પર થેલી બાંધી બાઈક દોડાવી રહ્યો હતો

પોલીસના જણાવ્યા પ્રમાણે, યુવક મોઢા પર થેલી બાંધી બાઈક દોડાવી રહ્યો હતો. બાઈક સ્લીપ થતાં યુવક નિયંત્રણ ગુમાવી બેઠો હતો અને બાઇક ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ ભયાનક ટક્કરમાં બાઇક ચાલક યુવકનું સ્થળ પર જ મોત થયું હતું.

 આ બાઈક સાજીદે ચોરી હતી કે કેમ તેની તપાસ

પોલીસ તપાસમાં બાઈક ચોરીનો હોવાનું સામે આવ્યું છે. હાલ તપાસ ચાલી રહી છે કે આ બાઈક સાજીદે ચોરી કરી હતી કે પછી અન્ય કોઇ વ્યક્તિએ ચોરી કરી હતી. આ ઉપરાંત આ બાઇક ક્યાંથી ચોરાયેલું છે તેની તપાસ ચાલી રહી છે.

યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી

પોલીસ તપાસમાં જણાયું છે કે મૃતક બાઇક ચાલકનું નામ મોહમદ સાજીદ મોહમદ સલીમ અરબ છે અને તે યાકુતપુરા વિસ્તારમાં રહેતો હતો. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી હતી. પોલીસ તેના પરિવાર અને મિત્રોની પૂછપરછ કરી રહી છે.


આ પણ વાંચો----    Junagadh : ઈન્ટરનેશનલ મોબાઈલ બિલ વગર વેચતા હોવાની શંકાના આધારે 5 મોબાઇલ વેપારીઓ પર પોલીસ અત્યાચારનો આક્ષેપ