થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વ રાજ્યમાં થતી દારુની હેરાફેરી પર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે વડોદરામાંથી 10 લાખ ઉપરાંતની કિંમતના દારુ સાથે 2 બુટલેગરોને ઝડપ્યા છે જ્યારે 8 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયા છે.
આતિશ ઠાકોરના ઘરે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો
વડોદરાના ડભોઇ રોડ, જય નારાયણ નગર-2માં રહેતા આતિશ ઠાકોરના ઘરે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે રેડ પાડી મોટી માત્રામાં વિદેશી દારૂ કબજે કર્યો છે. રેડ દરમિયાન કુલ 2,765 બોટલો (કિંમત 1016107 રુપિયા) જપ્ત કરાઇ હતી.













