સસ્તું સોનુ અને લોન આપવાના બહાને 4.95 કરોડ રૂપિયાની ઠગાઈના કેસમાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓને 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલુ છે.


સસ્તા સોના અને મોટી લોન અપાવવાની લાલચ આપી 4.95 કરોડ રૂપિયા પડાવી લીધા

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, માર્ચ 2025 થી અત્યાર સુધી, સિંગ્નેટ હબ ઓફિસ નં. 315 અને એટલાન્ટિક હાઈટ્સ, ગેંડા સર્કલ ખાતે આવેલી રાધે એન્ટરપ્રાઈઝ ઈમ્પોર્ટ એક્સપોર્ટ એન્ડ ફાયનાન્સની ઓફિસમાંથી આ કાંડ ચાલી રહ્યો હતો. મુખ્ય આરોપી રાજવીર, વિશાલ બારડ અને નયનાબેન મહીડા સહિતના લોકોને શહેરના નાગરિકોને સસ્તા સોના અને મોટી લોન અપાવવાની લાલચ આપી 4.95 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.

રૂપિયા પડાવી લીધા બાદ આરોપીઓએ સોનું કે લોન આપ્યું નહોતું.

વિશાલ બારડે પોતાને લોન એજન્ટ તરીકે રજૂ કરીને ફરિયાદીને 10 કરોડ રૂપિયાની લોન અપાવવાની વચનબધ્ધતા આપી, અને બેંક મેનેજર પાસેથી કમિશન તરીકે 31 લાખ રૂપિયા મેળવી લીધા. રૂપિયા પડાવી લીધા બાદ આરોપીઓએ સોનું કે લોન આપ્યું નહોતું.

2 આરોપીની ધરપકડ

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની શોધખોળ કરીને નયનાબેન મનહરસિંહ મહીડા (ઉમ્ર: 42, દીપદર્શન-2, નારાયણવાડી, અટલાદરા) અને ભાવેશ નરવતસિંહ પરમાર (ઉમ્ર: 26, લક્ષ્મીકુંજ સોસાયટી, વડસર રોડ)ને ઝડપી પાડ્યા. બંનેની ધરપકડ કરી બાદ તપાસ માટે કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ પરમેળવાયા છે

બંનેનો ગુનાહીત ભુતકાળ

અંદાજિત રીતે નયનાબ મહીડા પર અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઠગાઈનો ગુનો નોંધાયેલો છે અને ભાવેશ પરમાર ઉપર દારૂ પીધેલા અને જાહેર રસ્તા પર અડચણ કરવાના ગુનામાં અગાઉ પકડાયો છે.


આ પણ વાંચો----   Gujarat Flashback 2025 : બોમ્બની ધમકીનો સિલસિલો અને પકડાઇ એવી ટેકનોક્રેટ મહિલા જેણે પ્રેમનો બદલો લેવા મચાવ્યો હતો હાહાકાર


  • Follow us on: