વડોદરા શહેરમાં ચીલઝડપની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં એક યુવક પાસેથી ભેજાબાજોએ ચતુરાઈથી બે લાખ રૂપિયા લઇ ફરાર થઈ જતા હલચલ મચી ગઈ છે.

યુવક 2 લાખ બેંકમાં ડિપોઝીટ કરવા આવ્યો

માહિતી અનુસાર, એક યુવક બેંકમાં રૂપિયા જમા કરાવવા માટે મકરપુરા GIDC વિસ્તારમાં આવેલી બેંકમાં આવ્યો હતો ત્યારે રસ્તામાં બે અજાણ્યા શખ્સોએ યુવકને રોકી વાતોમાં ફસાવ્યો હતો.

બે લાખ રૂપિયા સીફતપૂર્વક લઈ આરોપીઓ ફરાર

ભેજાબાજોએ યુવક સાથે વિશ્વાસભરી વાતચીત શરૂ કરી અને વાતોમાં તેને ભટકાવ્યો. ત્યારબાદ તક મળતા જ યુવક પાસે રહેલા અંદાજે બે લાખ રૂપિયા સીફતપૂર્વક લઈ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

પોલીસની ટીમ પહોંચી

ઘટના બાદ તેણે તરત જ સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

સીસીટીવીના આધારે શોધખોળ

પોલીસે આસપાસના CCTV કેમેરાની તપાસ શરૂ કરી છે તેમજ શંકાસ્પદ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ મુજબ આ ઘટના પૂર્વ આયોજન સાથે કરવામાં આવી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો----    Aravalli: પોલીસની પકડમાંથી ભાગવા જતા આરોપી પર ફાયરિંગ, ખભામાં ગોળી વાગતા હોસ્પિટલમાં દાખલ