વડોદરાના દક્ષિણ વિસ્તારમાં એરફોર્સ સ્ટેશનની નજીક પાણીની લાઇન તૂટી જવાથી રસ્તા પર જળબંબાકારના દ્રષ્યો જોવા મળી રહ્યા છે.


 રસ્તો પાણીથી ભરાઈ ગયો

પાણી સતત વહી રહ્યું હોવાથી રસ્તો પાણીથી ભરાઈ ગયો છે જેથી વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તંત્રની બેદરકારી

પ્રાપ્ત માહિતી અનુસાર, તંત્રની બેદરકારીને કારણે પાણીની લાઇન તૂટી ગઈ છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર પાણી ભરાતા લોકોમાં રોષ દેખાઈ રહ્યો છે. રસ્તાઓ નદીની જેમ જોવા મળી રહ્યા છે, જેને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.

12 ઇંચની જૂની લાઇનમાં લીકેજ

મળેલી માહિતી મુજબ ફીડર લાઇન નાંખ્યા બાદ 12 ઇંચની જૂની લાઇનમાં લીકેજ થયું હતું અને તેના કારણે પાણીની રેલમછેલ થઇ ગઇ હતી.

બેદરકારીના કારણે પાણીનો વેડફાટ

શહેરમાં ઉનાળો શરુ થતાં જ અનેક વિસ્તારોમાં પાણીની બૂમો પડી રહી છે અને લોકોને પીવાનું ચોખ્ખુ પાણી પણ મળતું નથી ત્યારે તંત્રની બેદરકારીના કારણે પાણીનો વેડફાટ થઇ રહ્યો હતો જે જોઇને લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. 


આ પણ વાંચો----    Gujarat Latest News Live : રાજ્યમાં કમોસમી માવઠાની અસર રહેશે, વાદળછાયું વાતાવરણ રહેશે

  • Follow us on: