વડોદરા શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક અસામાન્ય અને હાઈ-પ્રોફાઇલ મહિલા સંચાલિત જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે, જેના કારણે પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે.ઘટના વારસીયા વિસ્તારની સિંધુપાર્ક સોસાયટીની છે. જ્યાં નિકી મનવાની નામની મહિલાના ઘરે આ જુગારધામ ચલાવવામાં આવતું હતું.
મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું
ચોક્કસ બાતમીના આધારે વારસીયા પોલીસે આ સ્થળે રેડ કરી હતી.પોલીસે રેડ દરમિયાન 15 જેટલી મહિલાઓ અને યુવતીઓની જુગાર રમતાં રંગેહાથ ધરપકડ કરી હતી. આ મહિલાઓ મોટે ભાગે પૈસાદાર પરિવારોની હોવાનું જાણવા મળતાં પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.










