વડોદરાના શિનોરમાં એક યુવક કેનાલમાં ગુમ થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. મોટા કરાળા નજીક નર્મદા કેનાલમાં આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. ગુમ થયેલો યુવક પોતાના નાનાના ઘરે હોળી ઉજવવા આવ્યો હતો. ઘરેથી નીકળ્યા બાદ પરત નહીં ફરતા શોધખોળ શરૂ કરાઈ હતી. કેનાલ પાસેથી કપડા અને ફોન મળ્યા હતાં. શિનોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


યુવક ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો

વડોદરાના શિનોરમાં પોતાના નાનાના ધરે હોળી ઉજવવા માટે આવેલો યુવક ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો. તે મોટા કરાળા નજીક રહેલી નર્મદા કેનાલમાં ગુમ થયો હોવાનું જાણવા મળ્યું છે. કેનાલ પાસેથી તેના કપડાં અને ફોન મળી આવ્યા છે. વાઘોડીયા રોડ વડોદરા ખાતે રહેતો હર્ષિલ મહેશ વસાવા હોળી ઉજવવા પોતાના નાનાના ઘરે મોટા કરાળા ગામે આવ્યો હતો.

કેનાલ પાસેથી કપડા, મોબાઇલ ફોન મળ્યા

આ યુવક બપોરે ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી.કેનાલ ગેટ પાસે યુવકના કપડાં અને મોબાઇલ ફોન મળી આવતા કેનાલમાં પડી જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.યુવકને તરતા આવડતું ન હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. ફાયર વિભાગની ટીમ દ્વારા કેનાલમાં યુવકની શોધખોળ હાથ ધરાઈ છે. શિનોર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Gir Somnath News: કોડિનારમાં સિયા મુસ્લિમોએ ઈરાનના ખામેનેઈના સમર્થનમાં જુલૂસ કાઢ્યું


  • Follow us on: