વલસાડમાં આજે એક ગંભીર દુર્ઘટના સામે આવી છે, જ્યાં ઔરંગા નદી પર નિર્માણાધીન (નવો બની રહેલો) એક પુલનો મોટો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં બ્રિજ પર કામ કરી રહેલા 4થી વધુ કામદારો દટાયા હતા, જેના કારણે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બ્રિજનો સ્લેબ સળિયા સાથે તૂટ્યો
મળતી માહિતી મુજબ, ઔરંગા નદી પર બની રહેલા આ નવનિર્માણ બ્રિજનો સ્લેબ (છતનો ભાગ) અચાનક લોખંડના સળિયાઓ સાથે તૂટીને નીચે પડ્યો હતો. નિર્માણ પામી રહેલા પુલનો આટલો મોટો ભાગ તૂટી પડતા બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે. જ્યારે આ દુર્ઘટના બની ત્યારે કેટલાક કામદારો બ્રિજના તે ભાગ પર કામ કરી રહ્યા હતા, જે તૂટી પડ્યો.












