વલસાડ જિલ્લાના કપરાડા પંથકમાં આવેલો કુંભ ઘાટ ફરી એકવાર રક્તરંજિત થયો છે. કપરાડા તરફથી ઘાટ ઉતરતી વખતે એક ટ્રકની બ્રેક ફેલ થઈ જતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને માર્ગ પર આવતા અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં એક ટ્રક ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.
કપરાડાના કુંભ ઘાટમાં ટ્રક અકસ્માત
મળતી માહિતી મુજબ, માલસામાન ભરેલી ટ્રક જ્યારે કુંભ ઘાટ ઉતરી રહી હતી ત્યારે અચાનક તેની બ્રેકે કામ કરવાનું બંધ કરી દીધું હતું. બેકાબૂ બનેલી ટ્રકે રસ્તામાં આવતા અન્ય વાહનોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેમાં એક ડ્રાઈવરનું દબાઈ જવાથી કરૂણ મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ કલાકો સુધી કેબિનમાં ફસાયેલો રહ્યો હતો.
