કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરમાં આજે વલસાડ ખાતે ટેકનિકલ ખામી સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મંત્રી નીતિન ગડકરી દક્ષિણ ગુજરાતની મુલાકાત દરમિયાન વલસાડના ડુંગરી રોલાથી હેલિકોપ્ટર મારફતે મહારાષ્ટ્રના પાલઘર (સંભવતઃ તલાસરી) તરફ જવા રવાના થવાના હતા, તે જ સમયે હેલિકોપ્ટરમાં આ ખામી સર્જાઈ હતી.
નીતિન ગડકરીના હેલિકોપ્ટરમાં ખામી
તાત્કાલિક ધોરણે સમગ્ર મામલે ટેક્નિકલ ટીમ દ્વારા હેલિકોપ્ટરની તપાસ હાથ ધરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ખામી ગંભીર ગણાય છે.










