વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાંથી માનવતાને લજવતો અને શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંની એક કુમાર-કન્યા છાત્રાલયમાં જ કન્યાઓની સુરક્ષા જેમના હાથમાં છે, તેવા સંચાલક સુનિલ જાધવ વિરુદ્ધ 13 વર્ષીય સગીરા સાથે અશ્લીલ અડપલાં કરવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.
ધરમપુરમાં વિદ્યાર્થિની સાથે અડપલાં
ધરમપુર તાલુકાની આ છાત્રાલયમાં રહીને ધોરણ-8માં અભ્યાસ કરતી 13 વર્ષીય વિદ્યાર્થિની સાથે સંચાલક સુનિલ જાધવ છેલ્લા કેટલાક સમયથી અયોગ્ય વ્યવહાર કરી રહ્યો હતો. આક્ષેપ મુજબસંચાલક સુનિલ જાધવ અવારનવાર કોઈને કોઈ બહાને સગીરાને પોતાની પાસે બોલાવતો હતો.એકાંતનો લાભ લઈ તે વિદ્યાર્થિની સાથે અશ્લીલ હરકતો અને અડપલાં કરતો હતો.સંચાલકના આ કૃત્યથી ડરેલી સગીરાએ હિંમત ભેગી કરી તેના માતા-પિતાને સમગ્ર હકીકત જણાવી હતી.










