ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માના વલસાડ પ્રવાસ દરમિયાન ધરમપુરના માલનપાડા ખાતે એક ભવ્ય 'બુથ કાર્યકર્તા સંમેલન' યોજાયું હતું. આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના આયોજન અને રણનીતિ ઘડવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓમાં ભારે જોશ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
માલનપાડા ખાતે એક ભવ્ય 'બુથ કાર્યકર્તા સંમેલન
આ સંમેલનમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા આગામી ચૂંટણીમાં ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કાર્યકરોને બુથ સ્તરે મજબૂત બનવા અને પાયાના સ્તરથી જનસંપર્ક વધારવા માટે જરૂરી 'જીતનો મંત્ર' આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સંગઠનની શક્તિ અને કાર્યકર્તાઓની મહેનતથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ ભવ્ય વિજય પ્રાપ્ત કરશે.










