વલસાડમાં નશાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આવામાં નશાખોર લોકો નશો કરીને બેફામ વાહન ચલાવીને અકસ્માત સર્જતા હોય છે. આવો જ એક કિસ્સો ફરી સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની મળતી વિગતો અનુસાર, વલસાડ ધરમપુર રોડ પર એક નશાખોર ટેમ્પો ચાલકે એક બાઈક ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જે કારણે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.
અકસ્માતની ઘટનામાં બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો
વલસાડ-ધરમપુર રોડ પર એક ટેમ્પો ચાલકે રોડ પર ચાલી રહેલી બાઇકને અડફેટે લીધી હતી. આ અકસ્માતની ઘટનામાં બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે કારણે સ્થાનિક લોકો દ્વારા બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.આ સમગ્ર ઘટનાનો વીડિયો એક બાઈક ચાલક દ્વારા ઉતારવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.













