ગુજરાતના નાયબ મુખ્યમંત્રી (DYCM) હર્ષ સંઘવીનું વલસાડમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે રાજ્ય માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. DYCM હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030ની યજમાની મળી છે, જે સમગ્ર ગુજરાત અને દેશ માટે અત્યંત ગર્વની વાત છે.

CWG 2030 નો ઉત્સાહ

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, રાજ્યમાં રમતગમતની સુવિધાઓ માટે વિશ્વકક્ષાનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે અને ભૂતકાળમાં પણ અનેક આંતરાષ્ટ્રીય ટુર્નામેન્ટ ગુજરાતમાં સફળતાપૂર્વક યોજાઈ ચૂકી છે. તેમણે ઉમેર્યું હતું કે, "અમદાવાદ હવે માત્ર એક શહેર નથી, તે ભારતના આત્માને પ્રતિબિંબિત કરશે. અમદાવાદ વિશ્વનું આયોજન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે." નાયબ મુખ્યમંત્રીએ આ જીતનો શ્રેય ગુજરાત સરકારના રમતગમત પ્રત્યેના સકારાત્મક વલણ અને માળખાકીય સુવિધાઓના વિકાસને આપ્યો હતો.