વલસાડમાં બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગનો વલસાડ સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મહારાષ્ટ્રની આ ગેંગના બે રીઢા તસ્કરોને ઝડપી પાડી જેલભેગા કર્યા છે.


ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ 

ગયા વર્ષે 27 ડિસેમ્બર, 2025 ના રોજ વલસાડની અબ્રામા ગોકુલધામ સોસાયટીમાં રહેતા એક પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. પરિવાર બહાર ગયો હોવાની તક ઝડપી તસ્કરોએ ઘરના તાળા તોડ્યા હતા. પડોશીએ જાણ કરતા પરિવાર પરત ફર્યો ત્યારે ઘરના પાર્કિંગમાંથી ₹35,000 ની મોટરસાયકલ અને બેડરૂમના કબાટમાંથી સોનાના દાગીના ગાયબ હતા.

આંતરરાજ્ય ગેંગના બે સાગરીતોની ધરપકડ

વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ સિટી પીઆઈ દિનેશ પરમાર અને પીએસઆઈ એ.બી. ગોહિલની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બાતમીદારો અને સીસીટીવીના આધારે પોલીસે મહારાષ્ટ્ર કનેક્શન શોધી કાઢ્યું અનેફૈઝાન ઉર્ફે જાની રસુલભાઈ મોરવાડીયા: (ઉંમર 31, રહે. સુરેન્દ્રનગર, મૂળ મહારાષ્ટ્ર). આગામીર ખાન જહાંગીર ખાન પઠાણ: (ઉંમર 55, રહે. બીડ, મહારાષ્ટ્ર). બે આરોપીઓની ધરપકડ કરી.


આ પણ વાંચો:હરસોલ પોસ્ટ ઓફિસ કૌભાંડ, 77.17 લાખની ઉચાપત કરનાર બે કર્મચારીઓના રિમાન્ડ મંજૂર

  • Follow us on: