વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ હથિયારોની હેરાફેરી અટકાવવા માટે ચાલી રહેલી ડ્રાઈવ અંતર્ગત એક મહત્વની કામગીરી કરી છે. ભીલાડ હાઇવે પર નેશનલ હાઇવે નંબર 48 પરથી એક 26 વર્ષીય યુવકની દેશી બનાવટના તમંચા સાથે ધરપકડ કરવામાં આવી છે.
ભીલાડ હાઇવે પર યુવકની દેશી તમંચા સાથે ધરપકડ
વલસાડ SOG ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક યુવક ગેરકાયદેસર હથિયાર સાથે ભીલાડ વિસ્તારમાં હિલચાલ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ઉમરગામ તાલુકાના ભીલાડ-નરોલી રોડ પર ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. વાપીથી મુંબઈ તરફ જતા માર્ગ પર બાતમી મુજબનો યુવક દેખાતા પોલીસે તેને અટકાવી તલાશી લીધી હતી, જેમાં તેની પાસેથી 15,000 રૂપિયાની કિંમતનો હાથબનાવટનો દેશી તમંચો મળી આવ્યો હતો.










