વલસાડ જિલ્લામાં માનવ વસાહત અને જાહેર માર્ગો પર વન્ય પ્રાણીઓની અવરજવર વધતા ફફડાટ ફેલાયો છે. વલસાડના ભોમાં-પારડી મુખ્ય માર્ગ પર ગત રાત્રે એક કદાવર દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. જાહેર માર્ગ પર દીપડો દેખાતા આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
કારની લાઈટમાં કેદ થયો દીપડો
ભોમાં-પારડી રોડ પરથી રાત્રિના સમયે પસાર થઈ રહેલા એક કાર ચાલકની સામે અચાનક દીપડો આવી ગયો હતો. કાર ચાલકે સમયસૂચકતા વાપરી કારની લાઈટ ચાલુ રાખી હતી અને પોતાના મોબાઈલમાં આ મહાકાય દીપડાનો વીડિયો કેદ કર્યો હતો. વીડિયોમાં દીપડો રસ્તાની વચ્ચે આરામથી ફરતો જોઈ શકાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.













