વલસાડ નગરપાલિકા દ્વારા શહેરીજનોને પાણી પૂરું પાડવા માટે બનાવવામાં આવી રહેલી નવી ટાંકી વિવાદના વમળમાં ફસાઈ છે. ટાંકી હજુ તો બનીને તૈયાર થાય તે પહેલા જ તેનો એક મોટો સ્લેબ ધડાકાભેર તૂટી પડતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે.


નવી ટાંકી વિવાદના વમળમાં ફસાઈ

ઘટનાની વિગત મુજબ, વલસાડ નગરપાલિકા દ્વારા પાણીની ટાંકીનું નવનિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન ટાંકીના ઉપરના ભાગનો એક આખો સ્લેબ અચાનક પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો હતો. સ્લેબ તૂટવાનો અવાજ એટલો ભયાનક હતો કે આસપાસના વિસ્તારમાં ભૂકંપ આવ્યો હોય તેવો અહેસાસ થયો હતો. અચાનક બનેલી આ ઘટનાને કારણે આસપાસ ઉભેલા લોકો અને કામદારોમાં ભારે ભાગદોડ અને અફરાતફરી મચી ગઈ હતી.

કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપ

આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે ટાંકી બને તે પહેલા જ સ્લેબ તૂટી જવો એ સાબિત કરે છે કે નિર્માણ કાર્યમાં હલકી કક્ષાના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાના નિયમો અને એન્જિનિયરિંગ માપદંડોને નેવે મૂકીને કામ કરવામાં આવતું હોવાની ચર્ચા જાગી છે. કરોડોના ખર્ચે બનતી આ ટાંકી જો અત્યારથી જ તૂટવા લાગી હોય, તો ભવિષ્યમાં જ્યારે તે પાણીથી ભરાશે ત્યારે કેટલી સુરક્ષિત રહેશે તે એક મોટો પ્રશ્ન છે.

આ પણ વાંચો:Surendranagar: લીંબડી બસ સ્ટેન્ડમાં ST ડ્રાઈવરની ઘોર બેદરકારી: મુસાફરના પગ પર બસ ફરી વળી, પગનો કચ્ચરઘાણ નીકળ્યો

  • Follow us on: