વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાંથી એક અત્યંત દુખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રહ્માકારછે ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવી લેતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

ઉમરગામના મામલતદારનો આપઘાત 

મળતી માહિતી મુજબ, ઉમરગામ મામલતદાર તરીકે કાર્યરત ડી.સી. બ્રહ્માકારછે કોઈ અગમ્ય કારણોસર રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ (GRP) અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

તપાસનો વિષય

એક જવાબદાર વર્ગ-2 ના અધિકારીએ આવું આકરૂં પગલું શા માટે ભર્યું, તે પ્રશ્ન હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસને પ્રાથમિક તપાસમાં કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચો: Surat News: મોટા વરાછા વિસ્તારમાં આઉટર રિંગરોડ પર કાર ચાલકે અકસ્માત સર્જ્યો, મહિલા શ્રમિકનું મોત